
📢 *ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારો માટે રેશન કિટ સહાય*
*પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ (PSCT)*
અસ્સલામુ અલૈકુમ,
ગયા 2–3 દિવસથી થયેલા ભારે વરસાદના કારણે જુહાપુરા, સરખેજ, ફતેહવાડી તથા આસપાસના વિસ્તારોમાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ અને ઘરનું રેશન બગડી ગયું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ (PSCT) દ્વારા ઝકાત અને સદકાતના હકદાર જરૂરિયાતમંદ પરિવારો માટે રેશન કિટ સહાયનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપના જાણમાં કોઈ એવો પરિવાર હોય જે ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયો હોય અને ખરેખર મદદનો હકદાર હોય, તો કૃપા કરીને નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ચકાસણી બાદ જરૂરિયાતમંદ પરિવારોને રેશન કિટ આપવામાં આવશે.
PSCT રેશન સેંટર: +91 9429351108
PSCT Office 8758587575
🌐 www.paigamesaiyed.com
🤲 ફક્ત જુહાપુરા સરખેજ ફતેહવાડી વિસ્તાર માટે જ