Paigame Saiyed Charitable Trust – Umatrimony – Matrimonial Service for Gujarati Muslims

Paigame Saiyed Charitable TrustSocial Activities Paigame Saiyed Charitable Trust – Umatrimony – Matrimonial Service for Gujarati Muslims
0 Comments

🌙 બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ 🌙

અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

🌹 સમુદાય તરફથી મળતી સતત વિનંતીઓને ધ્યાનમાં રાખીને, કોરોના સમય પહેલાં Paigame Saiyed Charitable Trust (PSCT) દ્વારા ચલાવવામાં આવતી મેટ્રિમોની સેવા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે.

અલ્લાહ તઆલાની રહેમતથી આજે અમે Umatrimony.in વેબસાઇટનો શુભારંભ કરી રહ્યા છીએ.

આ પ્લેટફોર્મ ખાસ કરીને મુસ્લિમ સમાજના દરેક વર્ગ, જ્ઞાતિ, કબીલા અને ખાસ કરીને સૈયદ સમાજના લગ્ન માટે યોગ્ય રિશ્તા શોધતા ભાઈઓ-બહેનો અને પરિવારો માટે શરૂ કરવામાં આવ્યું છે.

હાલમાં આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક (Free) રાખવામાં આવી છે. (પહેલી ૧૦૦ પ્રોફાઈલ માટે)

🌐 Umatrimony.in ની વિશેષતાઓ

✅ દરેક નવી રજીસ્ટર થતી પ્રોફાઇલનું Manual Verification કરવામાં આવશે.

✅ ID Proof ફરજિયાત રહેશે જેથી વિશ્વસનીય અને સાચી પ્રોફાઇલ જ સામેલ થાય.

✅ સંપૂર્ણપણે સલામત અને ઇસ્લામિક રીતભાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ પ્લેટફોર્મ.

✅ Photo Privacy Option ઉપલબ્ધ છે.

✅ તમારી પ્રોફાઇલની માહિતી અને ફોટો ડાયરેક્ટ સેવ ન થાય તેવી ટેક્નોલોજી થી બનાવેલું છે.

✅ અન્ય સભ્યો તમારી માહિતી કે ફોટો સરળતાથી સેવ અથવા કોપી કરી શકે નહીં તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

✅ ખાસ કરીને ગુજરાતી મુસ્લિમ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરળ સર્ચ સુવિધા આપવામાં આવી છે.

📝 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? (ઇન્સ્ટગ્રામ પર વિડીઓ ઉપલબ્ધ છે.)

1️⃣ સૌપ્રથમ વેબસાઇટ પર જાઓ:

🌐 www.umatrimony.in

2️⃣ Register પર ક્લિક કરો અને છોકરા/છોકરીની મૂળભૂત માહિતી ભરો.

3️⃣ જરૂરી ID Proof Upload કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

4️⃣ તમારા Email ID અને Password દ્વારા Login કરો.

5️⃣ Edit Profile માં જઈને સંપૂર્ણ અને સાચી માહિતી ભરો.

6️⃣ તમારી પ્રોફાઇલની તપાસ કરવામાં આવશે.

7️⃣ પ્રોફાઇલ સાચી અને વિશ્વસનીય જણાશે તો તેને Approve કરવામાં આવશે.

8️⃣ Approval બાદ તમે અન્ય સભ્યોની પ્રોફાઇલ જોઈ શકશો અને યોગ્ય રિશ્તા માટે Request મોકલી શકશો.

9️⃣ જો કોઈ કારણસર પ્રોફાઇલ Approve ન થાય તો યોગ્ય અને સાચી માહિતી સાથે ફરીથી સુધારો કરી પ્રયાસ કરી શકશો.

🤝 રિશ્તા માટે સંપર્ક કરવાની પ્રક્રિયા

તમને પસંદ આવેલી પ્રોફાઇલને તમે Request મોકલી શકો છો.

જો સામેવાળા વ્યક્તિ/પરિવારને યોગ્ય લાગશે તો Request સ્વીકારવામાં આવશે.

ત્યારબાદ બંને પરિવાર પોતાની સમજ અને તપાસ પ્રમાણે આગળની વાતચીત કરી શકશે.


⚠️ મહત્વપૂર્ણ નોંધ

Paigame Saiyed Charitable Trust દ્વારા આ વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ માત્ર લગ્ન માટે યોગ્ય રિશ્તા શોધતા પરિવારોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

➡️ કોઈપણ વ્યક્તિ, પરિવાર અથવા પ્રોફાઇલની સંપૂર્ણ તપાસ અને ખરાઈ કરવાની જવાબદારી સંબંધિત વ્યક્તિઓ અને પરિવારોની રહેશે.

➡️ કોઈપણ વ્યક્તિ અથવા પરિવાર અંગે PSCT કોઈપણ પ્રકારની ગેરંટી કે જવાબદારી લેતું નથી.

➡️ અંતિમ પસંદગી અને નિર્ણય સંપૂર્ણપણે બંને પરિવારોનો રહેશે.

➡️ વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવી.

➡️ શક્ય હોય ત્યાં સુધી છોકરા અથવા છોકરીનો મોબાઇલ નંબર સીધો શેર કરવાને બદલે વાલીઓ દ્વારા સંપર્ક કરવામાં આવે તે વધુ યોગ્ય રહેશે.

🌹 આ એક નાનો પ્રયાસ છે સમાજમાં નિકાહને સરળ, સુરક્ષિત અને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવા માટે.

અલ્લાહ તઆલા આ પ્રયાસમાં બરકત અતા ફરમાવે અને દરેક ભાઈ-બહેનને સારો અને નેક જીવનસાથી નસીબ કરે.
આમીન 🤲

📞 કોઈપણ માહિતી અથવા મદદ માટે વોટ્સએપ પર સંપર્ક કરો:
Paigame Saiyed Charitable Trust (PSCT)
📱 WhatsApp: 8758587575

🌐 Website: www.umatrimony.in – www.paigamesaiyed.com