School Fee Relief for Eligible Families – PSCT Support Initiative

Paigame Saiyed Charitable TrustSocial Activities School Fee Relief for Eligible Families – PSCT Support Initiative
0 Comments

Paigame Saiyed Charitable Trust દ્વારા જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલ ફી સહાય

Assalam Alaikum wa Rahmatullahi wa Barakatuh,

જેમ કે તમે બધા જાણો છો કે
Paigame Saiyed Charitable Trust (PSCT) ના માધ્યમથી દર વર્ષે ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકોની સ્કૂલ ફી ભરી આપવામાં આવે છે.

ઘણા એવા બાળકો છે જેમની ફી બાકી હોવાના કારણે શાળાઓ તેમને પરીક્ષામાં બેસવા નથી દેતી અથવા રિઝલ્ટ રોકી દેવામાં આવે છે.
આવા સમયમાં આ બાળકોના ભવિષ્યને બચાવવું અમારી સૌની જવાબદારી છે.

🤝 અમારી અપીલ

જો તમારા ઓળખાણમાં કોઈ એવો સખત જરૂરિયાતમંદ પરિવાર હોય
જેમના બાળકોની સ્કૂલ ફી બાકી છે, તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે.

💰 ફી કોનની ભરવામાં આવશે?

જે લોકો ઝકાતના હકદાર હોય તેવા ગરીબ અને જરૂરિયાતમંદ

જો Saiyed (Sadat) family હોય તો તેમને Lillah હેઠળ મદદ આપવામાં આવશે


🎓 કયા બાળકો માટે સહાય મળશે?

બાળક Std 1 થી Std 9 માં અભ્યાસ કરતું હોવું જોઈએ

શાળા સરકાર માન્ય (Government Approved) હોવી જરૂરી છે

શાળાનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે

📄 જરૂરી ડોક્યુમેન્ટ્સ

ફી સહાય માટે નીચેના ડોક્યુમેન્ટ્સ જરૂરી રહેશે:

બાળકનો School Fees Card

બાકી ફીની વિગત (Pending Fees Details)

School ID Card

માતા-પિતાનો Aadhaar Card

છેલ્લો Electricity Bill


💵 ફી સહાયનો નિયમ

₹5000 સુધીની બાકી ફી હોય તો Full Payment કરવામાં આવશે

₹5000 થી વધુ બાકી હોય તો 60% Payment કરવામાં આવશે

જો એક જ માતા-પિતાના 2 અથવા વધુ બાળકો હોય, તો
👉 તમામ બાળકોની કુલ ફી પ્રમાણે 60% સહાય આપવામાં આવશે.

📞 સંપર્ક કરો

📲 વધુ માહિતી અને ડોક્યુમેન્ટ માટે સંપર્ક કરો:
WhatsApp: 8758587575